ડાકોરના રણછોડરાયજી

ગુજરાત રાજ્યમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રા ધામ છે. ભગવાન રણછોડરાયજીનું નામ એ અપભ્રંશ થયેલું નામ છે. અર્થાત્ રણમાં જે શૂરવીર હોય તેને રણ:શૌડ સંસ્કૃતમાં કહેવાય છે પરંતુ લોકબોલીમાં આ શબ્દ અપભ્રંસ થઈને રણ છોડીને ભાગ્યા હોવાના કારણે પણ ‘રણછોડ’ કહેવાયા હોવાનું સૌ માને છે. પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર. ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિ.મી., વડોદરાથી 45 કિલોમીટર, નડિયાદથી ૩૮ કિ.મી. દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનાર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે.

🎪 દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમા પશુ પંખી ર્નિભિક પણે પાણી પીતા હતા.

🎪 એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડ માથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુન્દર જળ નો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ ૯૯૯ વિઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતી ના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું.

🎪 ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની પ્રાગટ્ય કથા:-
👉 ડાકોર ગામમાં વીરસિંહ અને રતનબેનને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો તે જાતે રજપુત બોડાણા હતા. વિજયસિંહની પત્નીનું નામ ગંગાબાઈ હતું. તેઓ ખેતમજૂરી કરીને જીવન વિતાવતાં હતાં. આ દંપતીએ દ્વારિકા જતાં પગપાળા સંઘ સાથે દ્વારિકા જવાની પ્રેરણા લઈને દ્વારિકા ગયાં. દ્વારિકાનાથની દિવ્ય મૂર્તિનાં દર્શન કર્યાં. પ્રભુના શૃંગાર ઉપર તુલસીની માળા જોઈને બોડાણાના મનમાં થયું કે પ્રભુનાં રત્નજડિત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે તેમ મનોમન નક્કી કરી લઈને પ્રત્યેક વર્ષે તુલસી છોડ લઈને દ્વારિકા જવું.

🎪 આથી શ્રીકૃષ્ણ ભક્ત બોડાણા દર વર્ષે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ, ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમર ના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ શ્રીકૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકા થી ડાકોર આવીશ. તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે.બોડાણો આ પછી જ્યારે દ્વારકા જવાનો હતો ત્યારે તેણે ભગવાનનાં કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી. બોડાણો ખૂબ ગરિબ હતો, તેની પાસે પુરતું નાણું પણ ન હતું જેથી તે ભગવાનને છાજે તેવું ગાડું સાથે લઈ જઈ શકે, તેણે જેમ-તેમ કરીને ખુબ જ વૃદ્ધ થઈ ગયેલા બે બળદ અને ખખડી ગયેલાં ગાડાની વ્યવસ્થા કરી, અને તે લઇને તે દ્વારકા પહોંચ્યો.

🎪 તેને ગાડા સાથે જોઈને પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. ભગવાન દ્વારકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું શું થશે તેના ડરે, ગુગળીઓ (દ્વારકાનાં પૂજારીઓ)એ રાત્રે મંદિરને તાળા મારી દીધાં. પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે હવે તું ગાડાંમાં આરામ કર હું ગાડું ચલાવીશ.

🎪 ફ્ક્ત એક રાતમા ભગવાન રાજા રણછોડ, મરવાનાં વાંકે જીવતા બે બળદને હંકારી ખખડેલું ગાડું લઈને ડાકોર નજીક ઉમરેઠ સુધી પહોંચી ગયા. ઉમરેઠ પહોંચતા સુધીમાં પ્રભાત થઈ ગયું હતું, તેથી કોઇ જોઈનાં જાય માટે ભગવાને ઉમરેઠની સીમમાં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઉભું રાખ્યું. બોડાણો સવાર થતાં ઉઠ્યો તો દાતણ માટે ભગવાને લીમડા ડાળ પકડી. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઇ ગઇ. હવે ભગવાને બોડાણાને ગાડું ચલાવવા કહ્યુ.ભગવાનને દ્વારકાના મંદિરમાં ન જોતાં ગુગળીઓ સમજી ગયાકે બોડાણો જ ભગવાનને લઈ ગયો છે. તેથી તેઓ પાછળ પાછળ ડાકોર આવી પહોંચ્યા.

🎪 દ્વારકાનાં પુજારીઓને મન તો ભગવાન ફક્ત આજીવિકાનું જ સાધન હતાં, તેથી તેમણે પોતાને પર્યાપ્ત ધન મળી રહે તે આશયથી ડાકોર આવી પહોંચેલા ગુગળીઓ એવી શરત મુકી કે, જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે અને જો ડાકોરમાં રહી પણ જાય

Comments

Popular posts from this blog

રૂબિન ડેવિડ

गुजराती छंद स्पेशल*

Inspire Award 2019-20 માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે.