દુર્ગાબાઇ દેશમુખ

દુર્ગાબાઇ દેશમુખ શ્રીમતી દુર્ગાબાઇ દેશમુખનો જન્મ તા. ૧૫-૧૭-૧૯૦૯ના રોજ થયો હતો. આંધ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ ચાલુ રાખતાની સાથે ભારત સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ઝંપલાવ્યું. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત પણ કરી. ત્યારબાદ બંધારણસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને છ વર્ષ સુધી આ પદ શોભાવ્યું. આયોજન પંચના સભ્ય તરીકે તેમ જ મધ્યસ્થ સમાજકલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે નોંધપાત્ર સેવાઓ બજાવી. ભારત સરકાર તરફથી તેમને પદ્મવિભૂષણનો ઇલકાબ એનાયત થયો હતો. ઉપરાંત નિરક્ષરતા નિવારણ માટે નહેરૂ એવોર્ડ, રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય વિકાસ માટેનો હોફમેન એવોર્ડપ્રાપ્ત કરવાનું સદભાગ્ય પણ એમને સાંપડયું હતું. 

Comments

Popular posts from this blog

રૂબિન ડેવિડ

गुजराती छंद स्पेशल*

Inspire Award 2019-20 માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે.